વાંસદા: હાલના સમયમાં જ્યારે ખેડૂતોને વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના ખેડૂતો માટે જીવાદોરી કહી શકાય એવા વાંસદા તાલુકામાં આવેલ કેલીયાડેમ ઘટેલા પાણીના સ્તરથી ખેડૂતોમાં ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે વાંસદાના કેલીયા ગામમાં આવેલ કેલીયાડેમ 1983મા બનવવામાં આવ્યો હતો. આ ડેમની લંબાઈ 113 મીટર અને 701 મીટર માટીબંધ સાથે કુલ 814 મીટર લંબાઈ છે જો વાંસદાના ઉપરી ભાગમાં વરસાદ સારો પડે તો ડેમ 113.40 મીટર ભરાયા પછી ઓવરફ્લો થતો જોવા મળે છે આ કેલીયા ડેમનો લાભ લેતા ગામોની વાત કરીએ તો વાંસદા તાલુકાના 6, ચીખલીના 12 અને ખેરગામનું 1 ગામ સહિત કુલ 19 જેટલા ગામોમાં આ ડેમનું પાણી પીવા અને સિંચાઈ માટે ઉપયોગમાં લેતા હોય છે.
Decision Newsએ આ બાબતે માંડવખડકના યુવા ખેડૂત જીગ્નેશભાઇ જાનુભાઈ માહલા સાથે વાતચીત કરી તેઓએ જણાવ્યું કે હાલમાં અમે ડાંગરનું ધરું નાંખ્યાં બાદ વરસાદ નહીં પડતા ડાંગરની રોપણી કરવા માટે કેલીયા ડેમ પર આધાર રાખ્યો હતો પરંતુ ડેમમાં પાણી નહીં હોવાથી કૂવામાંથી મશીનથી પાણી કાઢીને રોપણી કરી રહ્યા છે પણ વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને હજુ થોડા દિવસ વરસાદ નહિ આવે તો કૂવા કે બોરના પાણીના સ્તર નીચા ઉતરી જશે જેના કારણે ડાંગરના પાકને નુકશાન થશે જ એમાં શક નથી

