ચીખલી: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના સમાજ સુરક્ષા ખાતા હેઠળની સંકલિત બાળ સુરક્ષા યોજનાના જિલ્લા બાળ સુરક્ષા ઍકમ અંતર્ગત કાર્યરત દત્તક સંસ્થા ખુંધ, ચીખલી-નવસારીમાં આશ્રય મેળવી રહેલા બાળ જય ઉ.વ.-૮ માસ ને અમદાવાદના દંપતી શ્રી જયેશ અશ્વિનભાઇ મોદી અને શ્રીમતી ઉન્નતિ જયેનભાઇ મોદી દ્વારા દત્તક લેવા માટે રીઝર્વ કરવામાં આવ્યું હતું.
આ અવસરે દંપત્તિઍ જણાવ્યું હતું કે, તેમનું જીવન અધુરું હતું બાળકના આગમનથી આજે સંપૂર્ણ પરિવારનું નિર્માણ થતાં તેઓ ખૂબ જ ખુશ હતાં. જે બાળકને દત્તક પૂર્વેની ઉછેર સંભાળમાં આપવાની કાર્યવાહી માટે ઓડેપ્શન રેગ્યુલેશન-૨૦૧૭ પ્રમાણે ઓડેપ્શન કમિટીની બેઠક રાખવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીમતી હેમલતા ગંજી, બિન સંસ્થાકીય સંભાળના સુરક્ષા અધિકારી શ્રી પ્રિતેશભાઇ પટેલ, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી સમિરભાઇ પટેલ, જિજ્ઞાબેન વૈદ્ય તેમજ સંસ્થાના અન્ય સ્ટાફની હાજરીમાં વાલીના દરેક પુરાવા ચકાસી અંતે દત્તક પૂર્વેની ઉછેર સંભાળમાં આપવામાં આવ્યું હતું.