ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં રાત્રી ગ્રામ સભા યોજવવામાં આવી હતી જેમાં ગામના વિવિધ પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલા પ્રશ્નો અંગે ખાતા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાત્રી સભામાં મુખ્યત્વે રોજબરોજની જીવનચર્યા દરમિયાન અસરકરતી સમસ્યાઓ અને આ કોરોનાના કપરા કાળમાં કેવી રીતે પોતાના અને પોતાના પરિવારોનું સ્વાથ્ય જાળવવું, ગામમાં ખેતી લક્ષી સમસ્યા અને વિવિધ સરકારી યોજના વિષે વાત કરવામાં આવી હતી આ ઉપરાંત આવનારા સમયમાં આપણે કેવા પગલાં લેવાના છે એ વિષય પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું

ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં યોજાયેલી રાત્રી ગ્રામ સભામાં નવસારી જિલ્લાના નવનિયુક્ત કલેકટર શ્રી અમિતભાઈ યાદવ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીરની અને જિલ્લાનાં વિવિધ ખાતાનાં અધિકારીશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી