ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના વધઈ તાલુકા પચાયતનાં કોસીમદા ગ્રામ પચાયતમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટનો દુરઊપયોગ પેમેન્ટ અટકાવવા માંગ કરી અરજી દાખલ કરવામાં આવી છે જેના કારણે કચેરી વર્તુળમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લા પચાયતનાં વધઈ તાલુકા પચાયતનાં સદસ્ય પારૂલભાઈ ગામિતએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને લેકિત ફરીયાદ કરી છે જેમાં તેઓએ વધઈની કોસીમદા ગ્રામ પચાયતનાં સરપચ તથા તલાટીકમંત્રીનાં મેળાપીપણામાં 15 માં નાણાંપંચનાં ગ્રાન્ટ માંથી બોરનું કામ કરવામાં આવેલ છે જયાં જરૂર હતી તેવી જગ્યા પર કરવામાં આવેલ નથી પરંતુ કોસીમદા ગ્રામ પચાયતે ગ્રામજનોની મંજુરી વગર પોતાની મનસ્વી રીતે એવી જગ્યા પર કરવામાં આવેલ છે જયાં પહેલાંથી જ પાણીની સુવિધા છે જેમ કે નજીકમાં બોર, કુવો, તથા પાણીની પાઈપલાઈન છે અને અમુક જંગલ જમીનમાં બોર મુકવામાં આવ્યાં છે ખરેખર રીતે સરકારી નાણાનો દુર ઊપયોગ કરવામાં આવેલ છે

બોરનાં કામ બાબતે તાલુકા સદસ્ય તથા ગ્રામજનોએ તલાટીકમ મંત્રીને ફરીયાદ કરી હતી તો તેઓને તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે બોરનાં કામો કરવામાં આવેલ છે મારી પાસે માહિતી નથી કોસીમદા ગ્રામ પચાયતમાં જયાં જરૂર નથી તેવી જગ્યાએ આવેલ પાણીનાં બોર જેવા કે દાનેલભાઈ પોસલ્યાભાઈ પવાર, શકકરીયા લખ્યા પવારની જંગલની જમીન, લાલસિંગ પોસલ્યાની જમીનને અડીને આવેલ ચેકડેમમાં બોર, વાળ્યાભાઈ કમુભાઈ પવારની જમીન, મર્થાબેન કમુભાઈ પવારની જમીનમાં બોર, જીવલ્યા મનસ્યા પવારની જમીનમાં બોર, ગજ્યા જતર્યા પવારની જમીનમાં બોર જેવી વગેરે જમીનમાં બોર ઊતારી નાણાનો દુરઊપયોગ કર્યો છે જે બાબતે તપાસ કરી પેમેન્ટ અટકાવવા માંગ કરવામાં આવે છે.