કપરાડા: વિકાસની દિશામાં આગળ વધતું ગુજરાતમાં આદિવાસી વિસ્તારના અમુક ગામો હજુ પણ રસ્તા પાણી જેવી માળખાકીય પ્રાથમિક સુવિધાથી વંચિત જ રહી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વાત કરીએ કપરાડા તાલુકાના ખૂટલી ગામના માની ફળીયાના રહેવાસીઓ આજે પણ રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી.

અરવિંદભાઈ પાસેથી Decision Newsને મળેલી માહિતી અનુસાર કપરાડા તાલુકામાં ખૂટલી ગામમાં દર વખતે સરકારી અધિકારીશ્રીઓ અને રાજકીય નેતાઓ વોટ માંગવા આવે છે ત્યારે ફક્ત રસ્તા બનાવી આપવાના ફક્ત વચનો આપ્યા બાદ કઈ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી. વહીવટીતંત્રને પણ ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો બનાવવા માંટે કોઈ પણ કાર્યવાહી થઇ નથી.

આ રસ્તા વિષે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત સરપંચશ્રી એટવીટી શાખા. કાર્યપાલક ઈજનેર શ્રી માર્ગ મકાન વિભાગ તાલુકા વિકાસ અધિકારી, કપરાડા ધારાસભ્ય શ્રી, મામલતદારશ્રી તાલુકા જિલ્લા પંચાયત સભ્ય સુધી જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ગ્રામ જનોને દરોજ રસ્તા પર પડતી મુશ્કેલીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગ્રામજનો જણાવે છે કે હવે તો હદ થઇ છે જાણે એવું લાગે છે કે અમે ભારત દેશના નાગરિક જ નથી એટલે સરકાર અમારી અરજી સાંભળતી નથી. પણ હવે અમે જ્યાં સુધી રસ્તા ન બને ત્યાં સુધી અમારો મત નહિ આપીએ એ નક્કી છે.