કપરાડા: ગુજરાતના ચેરાપુંજી એટલે કે કપરાડાના ચેપા ગામના મૂળગામ ફળિયામાં વરસાદી માહોલ વચ્ચે હાલમાં પણ પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો તમારી આંખોમાં પાણી લાવી તમને કહેવા મજબૂર કરી દેશે કે આ તો કેવા દિવસો આવ્યા છે. વિકાસની દિશામાં આગળ વધતા ગુજરાતમાં આવી મુશ્કેલીઓ કલ્પના બહાર છે.

Decision News દ્વારા કપરાડા તાલુકાના ચેપા ગામના મૂળગામ ફળિયાની લીધેલી મુલાકાતમાં સામે આવ્યું કે 2017માં વાંસમો દ્વારા પીવાના પાણીની યોજના તો બની પરંતુ ચાલી માત્ર એક જ દિવસ.. વર્ષો વીતી જવા છતાં પાઇપ લાઇનની ચકલીમાંથી પાણી ન ટપક્યું.. તે ન જ ટપક્યું.. આવતા સ્થાનિક ફળિયાની મહિલાઓ, બાળકો કિ. મી દૂર પાણી મેળવવા જાય છે, અને હાલે ચોમાસા દરમિયાન નજીકની વેરીઓમાંથી વાસણો વડે પાણી ઉલેચી પાણી મેળવવાની ફરજ પડી રહી છે. ગ્રામ પચાયતના સરપંચથી લઈ તલાટી અને તાલુકા જિલ્લા પંચાયત અને તાલુકાના પદાધિકારીઓ તથા ધારાસભ્યોને કરેલી રજૂઆતો ફાઈલોમાં અટવાઈ આમની આમ પડી છે. જેના પગલે સ્થાનિકો વેરીમાંથી પીવાના પાણી માટે મજબૂર બન્યા છે .

સ્થાનિક યુવાનનોનું પીવાના પાણીની સમસ્યા બાબતે શું કહેવું છે આવો જોઈએ..વિડીયોમાં..