વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામની ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ટ્રાઈબલ વિભાગની PSP યોજના હેઠળ બપોરે ૧૨:૦૦ વાગ્યાના સમયગાળામાં ૩૨ જેટલા ગામના ખેડૂત લાભાર્થીઓને આંબાની કલમ વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ બપોરના ૧૨ વાગ્યાની સમયગાળામાં ટ્રાઈબલ વિભાગની PSP યોજના હેઠળ વાંસદાના રાણી ફળિયાના ગામના ૩૨ જેટલા ખેડૂતોમાં આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના ૧૦ ગુંઠા જમીન ધરાવતા ખેડૂતોને ૨૦ કલમ અને ૨૦ ગુંઠા ધરાવતા ખેડૂતોને ૪૦ આંબાની કલમો સરપંચશ્રીના હસ્તે આપવામાં આવી હતી.

ગામના સરપંચશ્રી જણાવે છે કે આ આંબા કલમના વિતરણ કાર્યક્રમનું સમગ્ર આયોજન રાણી ફળિયાના ગામની પંચાયતની ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થાય એ આ વિતરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.