દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ: સાપુતારાની તળેટીઓમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય ત્યારે ગતરોજ ફરી એકવાર ડાંગના સાપુતારા વઘઇને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોપરા ભરેલો આઈસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત બનાવ બનવા પામ્યો હતો

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ R J-19-GC-3317 નંબરનો ટેમ્પો મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કોપરાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે સાપુતારા ઘાટનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે આવેલા  યુટર્ન વળાંકમાં ટેમ્પો ચાલકને સ્ટિયરીંગ પર કાબૂ ન રહેતા રોડની સાઈડમાં પલટી મારી ગયો અને ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં આઇસર ટેમ્પો અને કોપરાને મોટું નુકસાન થયું જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજા પહોંચી હતી.

આ અકસ્માતની વધતી ઘટના અટકાવવા માટે સાપુતારાની તળેટીમાં આવેલા વળાંકો પર ડેન્જર ઝોનની ચેતવણી આવ્યા છતાં સાપુતારાના વળાંક પર મોટાભાગે વાહન ચાલકો સ્ટેરીંગ પર કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બને છે ક્યારેક તો પોતાનો જીવ પણ ગુમાવે છે.