કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ભાટેરી ખોરીપાડા નામના આદિવાસી ગામમાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યા આખરે પાણી પુરવઠા અને ટુકવાડા ગામના જાગૃત નાગરિકના સહયોગથી લોકોની પીવાના પાણીની સમસ્યા દુર થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ભાટેરી ખોરીપાડા ગામના પેઢી દર પેઢી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા જે પાણી પુરવઠાના સહયોગ અને ટુકવાડા ગામના કોન્ટ્રાક્ટર અશ્વિનભાઈ દ્વારા દુર કરવામાં આવતા ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગામના લોકોનું કહેવું હતું કે અમારે ત્યાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અમારા બાપ-દાદાથી લોકો પીવાના પાણી માટે તરસતા હતા. સ્થાનિક નેતાઓ પાસે રજુવતો કરતા તો એમણે પણ અમારી સમસ્યામાં ક્યારેય રસ દાખવ્યો નહિ બસ ચુંટણી આવતી ત્યારે વચનોની લાહણી કરતા અને મતો લઇ જતા રહતા તે પછી ચુંટણી આવે ત્યારે જ પોતાનો ચેહરો બતાવતા આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવતી હતી. પણ આ વર્ષે અમારા પર પ્રકૃતિની મહેર વર્ષી અને પાણી પુરવઠા અને જાગૃત નાગરિક અશ્વિનભાઈની મદદથી અમારી પીવાના પાણીની સમસ્યા દુર કરવામાં આવી તેથી અમે તેમને લખ લખ આભાર માનીએ છીએ. જુઓ આ વીડિઓમાં…

આમ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા ગુજરાતમાં હજુ પણ એવા ગામડાંઓ છે જ્યાં પીવાના પાણીને લઈને હજુ પણ લોકો સંઘર્ષ કરી રહ્યા છે આવા ગામો સુધી સરકારે પોહચવું જોઈએ અને સરકારને પોહચાડવાની જવાબદારી સમાજના જાગૃત નાગરિકોની છે.