ધરમપુર: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં જવલંત બનેલા મુદ્દે તાપી જિલ્લાના ડોસવાડામાં શરૂ થનાર વેદાંતા ગ્રુપની ઝીંક કંપનીનું કામકાજ બંધ કરવા બાબતે આજરોજ ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે તાપી જિલ્લાના ડોસવાડામાં શરૂ થનાર વેદાંતા ગ્રુપની ઝીંક કંપનીનું કામકાજ બંધ કરવા બાબતે ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિસદના પ્રમુખશ્રી કમલેશભાઈ, સરપંચશ્રી નવીનભાઈ પવાર, રાજભાઈ મોહનાકાઉચાલી મિતેસભાઈ,જીજ્ઞેશભાઈ, નાની ઢોલડુંગરી, દર્શેશ ભાઈ, સંકેતભાઈ, ગામ, તુમ્બી, જયદીપભાઈ ખારવેલ, કમલેશભાઈ શેરીમાળ, ભાવિનભાઈ તાડપાડા, અને મોટી ઢોલડુંગરી ડુંગરીના વિપુલભાઈ, અશોકભાઇ, મનીશભાઈ અને આદિવાસી સમાજના હકની લડાઈ લડતા તમામ યોદ્ધાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધરમપુર તાલુકા પંચયાત અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ Decision Newsને જણાવે છે આપણા આદિવાસી માટે આ સરકાર ખતરારૂપ બની રહી છે. સરકારે આદિવાસીઓના ભોગે વિકાસ ન કરી શકે. આપણા જળને પ્રદુષિત કરી જંગલનો નાશ કરી, જમીન પચાવી પાડવા નવા નવા કાવતરા કરી રહી છે પણ સરકાર આપણા હક્કો અને અધિકારો છિનવી લે એ હવે સાખી નહિ લેવાય અમે વેદાંતા ગ્રુપની ઝીંક કંપનીના વિરોધના સમર્થનમાં છીએ.