અમદાવાદ: થોડા સમય પહેલા અમદાવાદમાં જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા ગુજરાત સરકારના અનુદાન દ્વારા ચલાવવામાં આવતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની આશ્રમશાળાઓના કર્મચારીઓની માંગણીઓ અને અમદાવાદ જિલ્લા આશ્રમશાળા-અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર પટેલ આ મિટિંગ અંગે Decision News સાથે વાત કરતા કહે છે કે મિટિંગમાં અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લાની આશ્રમશાળાઓના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકારે ઓગષ્ટ- 2016 થી સાતમા પગાર પંચનો અમલ કરેલ છે અને ત્યાર બાદ દરેક વિભાગ અને નિગમોને પણ સાતમું પગાર પંચ મંજુર કરેલ છે, સમાન ધોરણે ચાલતી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની અનુસૂચિત જન-જાતિની આશ્રમશાળા ના કર્મચારીઓને પણ સપ્ટેમ્બર-૨૦૧૯ થી સાતમું પગાર પંચ આપી દેવામાં આવેલ છે, પરંતુ અનેક વાર રજૂઆતો કરવા છતાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ અને બક્ષીપંચની આશ્રમશાળાઓના કર્મચારીઓને હજી સુધી સાતમા પગાર પંચનો લાભ આપેલ નથી, જે ખરેખર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
જો ટૂંક સમયમાં સાતમા પગારપંચની માંગણી ના સ્વીકારાય તો મિટિંગમાં સાતમા પગાર પંચને લઈને કર્મચારીઓએ આગામી સમયમાં સરકારશ્રીની મંજૂરી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપ્રિય રીતે આંદોલન કરવા અંગે મિટિંગમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.