ડાંગ: વર્તમાન સમયમાં જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત લેબર યુનિયનનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં આરોગ્ય વિભાગમાં કામ કરતી ગામડાની આશા વર્કરોના બાકી પગાર ચૂકવવા, પગારમાં વધારો કરવાં માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હજુ સુધી કોવિડ-19નું મહેનતાણું રૂ.1000 જેટલું દરેક જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં કામ કરતી આશાવર્કરોને દરેક જિલ્લા આરોગ્ય કેન્દ્ર-તાલુકા કેન્દ્રમાં આપવામાં આવ્યું નથી. આહવા તાલુકાની આશા વર્કરોનું કહેવું છે કે અમે કોરોના કપરા કાળમાં ગામડામાં ખડેપગે કામગીરી કરી છે પરંતુ આહવાની ગામડાની આશા વર્કરોની જેમ અમને અનાજની કીટ મળી નથી તેથી અમારી સાથે અન્યાય થવાનું અમે અનુભવી રહ્યા છે.

આ ઉપરાંત પ્રોત્સાહિત રકમ બાકી નાણા ચૂકવવા અને ફિકસ પગારમાં વધારો કરવાં માંગ પણ પોતાના આવેદનપત્રમાં કરી છે આ આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગુજરાત આરોગ્ય સચિવને પાઠવી વિવિધ માંગણીઓ અને પ્રશ્નો ઉકેલ કરવા માંગણી કરવામાં આવી છે.