ડાંગ: દક્ષિણ ગુજરાતમાં આવેલા તેમાં પણ મુખ્યત્વે ડાંગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળો, માર્કેટ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા છે. આ પ્રકારની ભીડથી જ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય એવું કહેવું ખોટું નથી.

Decision News સાથે વાત કરતા ડો. સોનલ પટેલ જણાવે છે કે તહેવારો, ધાર્મિક કાર્યક્રમ અને ખાસ કરીને ડાંગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળો સાપુતારા, ડોન, ગીરધોધ, બોટાનિકલ ગાર્ડન વગેરેમાં હાલ જે રીતે લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે તેઓને કારણે પણ કોરોનાની ત્રીજી લહેર દેશમાં આવી શકે છે અને તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલીક જાહેર કાર્યક્રમમોમાં એકઠા થવા પર કાબુ મેળવી લે નહીં તો ત્રીજી લહેર આવી શકે છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલી દરેક હોસ્પિટલોમાં કોરોના જેવી મહામારી સામે પહોંચી વળવા જરૂરી બધી સુવિધા ઉપલબ્ધ છે કે નહિ. દરેક જિલ્લામાં ઈમરજન્સી ઓક્સિજન જેવી સુવિધાઓ ઉભી કરી શકવામાં આપણે હજુ અપૂરતા છે ત્યારે આ પ્રકારે આપણે સૌ કોરોના મહામારીને નજર અંદાજ કરી આપણે આટલા બેજવાબદાર બની કેવી રીતે વર્તી રહ્યા છે એ ચિંતાનો વિષય છે.