ધરમપુર: વર્તમાન સમયમાં ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યાને લઇ અને પર્યાવરણના મહત્વને સમજતા આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસપાસના ગામોમાં આમી આદિવાસી ગ્રુપના યુવાનો દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણની કામગીરી કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના હનમતમાળ, આવધા, ગનવા, ખામદાહાડ, ભવાડા અને કરંજવેરી જેવા અલગ અલગ ગામોમાં છેલ્લા ૩ દિવસથી આમી આદિવાસી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ વૃક્ષારોપણમાં સિતાફળ, જમરુખ, વડ, લીમડો, પીપળો, ગુલમહોર, કાજુ, આસોપાલવ, નિલગિરી, ફણસ, શરૂ, બદામ, કરંજ, વગેરે લગભગ 1500 જેટલા છોડવાઓ વિતરણ કરવાનાં આવ્યા તેમજ અલગ અલગ જગ્યાએ રોપવામાં આવ્યા હતા.

ધરમપુરના આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આમી આદિવાસી ગ્રુપના સભ્યો દ્વારા “આદિવાસી છે તો જંગલ છે અને જંગલ તો આદિવાસી છે” સુત્રને સાકાર કરવા તેમજ જંગલનું સંરક્ષણ અને સંવર્ધન માટે રોપા વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.