ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા ડાંગરના પાકને બચાવવા ડાબાકાંઠા નહેર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી મોટાભાગના ખેડૂતોની માંગ ઉઠાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકામાં વરસાદ લંબાતા ડાંગરના પાકને બચાવવા માટે ડાબાકાઠાં નહેર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરી પાણી આપવામા આવે તેવી ખેડૂતોની માંગ છે. નવસારી જિલ્લામાં પ્રથમ વરસાદ સારો પડી જતાં ડાંગર અને શેરડી પકવતાં ખેડૂતોને ખુશખુશાલ થઈ ગયા હતા પણ જિલ્લાના મોટા ભાગના નાના મોટા ખેડૂતો ડાંગરના પાકની જ વવાણી કરતા હોય છે અને તે પણ ખાસ કરી ને વરસાદ અધારીત ખેતી કરે છે. તેની સિઝનનો પહેલો વરસાદ સારો પડતાં ખેડૂતો ખુશીમાં આવી જઈ ડાંગરનું ધરું તરીકે વાવણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ઘણાં સમય થી વરસાદ લંબાઈ જતા ડાંગર સુકાઇ જવાથી ચિંતાતુર બન્યા છે.
ચીખલી તાલુકાના ખેડૂતો Decision Newsને જણાવે છે કે હાલમાં ડાંગરના પાકને બચાવવા માટે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ડાબાકાંઠા નહેર થકી યોગ્ય પ્રેસર સાથે પાણી લોકોના ખેતરમાં પોહોચે તેવી વ્યવસ્થા ઉભી કરી પાણી આપવામા એવી અમારી માંગણી છે. કારણ કે જો સમયસર પાણી નહી આપવામાં આવે અથવા તો વરસાદ નહી આવે તો ડાંગરનો પાક સુકાઈ જવાના આરે છે.