ચીખલી: હાલમાં જ ચોરી-લુંટફાટની અને હત્યાની ઘટનાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ચીખલી પોલીસે એસ. ટી ડેપો પરથી મોબાઈલ ચોરને 6 જેટલા મોબાઈલ સાથે ઝડપી પાડી કુલ રૂ. 64,000/- ના મુદ્દામાલ કબ્જે કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી એસ.ટી ડેપો સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ સુરત ઉધના રેલ્વે સ્ટેશન રોડ પર સાંઈ બાબા મંદિર પાસે ફૂટપાથ ઉપર રહેતા વચનરામ ભોમારામ મેઘવાડની શંકાસ્પદ હિલચાલ જાણતા તેની અટક કરી હતી. ચીખલી એસ.ટી ડેપો પરથી એક મોબાઈલ ચોરને પકડી પડતાં પોલિસે મોબાઈલ ચોર પાસેથી 6 જેટલા મોબાઈલ કબ્જે લીધા હતા.
ચીખલી પોલીસે સઘન પૂછપરછ કરતા તેની પાસે 1 મોબાઈલ મળી આવ્યો હતો. અને તેનો સંતોષકારક જવાબ ન આપતાં ચીખલી પોલીસે આકરી પૂછપરછ કરતાં આ મોબાઈલ ચોરી કરી હોય જેના આધારે પોલીસે સઘન તપાસ કરતા વધુ 5 જેટલા મોબાઈલ મળી આવતા પોલીસે કુલ 6 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.