ચીખલી: આજરોજ ચીખલી તાલુકામાં મેઘરાજાને રીઝવવા ગ્રામ્ય વિસ્તારમાં બનાવી પરંપરાગત સંસ્કૃતિ મુજબ માટીનો મેહુલિયો બનાવી ઘરે ઘરે જઈ લોકો દ્વારા આવકાર આપી પાણી ચઢાવી જલ્દી પધારવા આમંત્રણ આપવામાં આવ્યાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં મેઘરાજાને રીઝવવા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા અને જૂની પરંપરા મુજબ માટીનો મેહુલિયો બનાવી ઘરે ઘરે જઈ ગીતો ગાતા લોકો આવકાર આપતા અને પાણી ચઢાવતા અને મેઘરાજા ને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને તેમના પરિવારોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા.
ચીખલી તાલુકામાં મેહુલિયો બનાવી મેઘરાજા વરસે તે માટે પંથકમાં વર્ષો જૂની પરંપરા મુજબને આપનાવીને મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.