ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીંડવળ ગામના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા ૧૧ જુલાઈ રવિવારના રોજ ૯:૦૦ કલાકે આંખ કાન નાક ગળા અને અન્ય કોઈ પણ બીમારીની મફત તપાસ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકમંગલમ ટ્રસ્ટના સ્થાપકના સેક્રેટરી અજય પટેલ Decision News સાથે વાતચીત કરતાં જણાવે છે કે મળેલી માહિતી અનુસાર સુરતના પ્રખ્યાત ડોકટર દ્વારા તપાસ કરવામાં આવશે જેમાં આંખના જુના રોગો મોતિયાના ઓપરેશન તેમજ આંખને લગતી બીમારીનું સંપૂર્ણ નિદાન ડોકટરો દ્વારા કરવામાં આવશે આ સિવાય ગળાની તકલીફ, નાકના રોગોની તકલીફ અને અન્ય હાથ પગના દુઃખાવા, પેટના દર્દો, ચામડીના રોગો વગેરેની તપાસ કરી મફત દવા વિતરણ કરવામાં આવશે.

ખોબા આશ્રમના કાર્યકર્તા દક્ષેશભાઈએ જણાવ્યું કે આ લોકસેવા ભાવથી કરવામાં આવી રહેલા મેડીકલ કેમ્પમાં દર્દીઓએ તમામ રોગોની તપાસ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે જેમાં આધાર કાર્ડની કોપી લાવવી ફરજીયાત છે તમામ તપાસ કરાવનારા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે અને એક ગામમાં ૧૦થી વધારે દર્દીઓ હશે તો એમને હોસ્પિટલ સુધી લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.