મુંબઈ: તમિલ હિટ ફિલ્મ ‘વિક્રમ વેધા’ માં આર માધવન અને વિજય શેઠુપતિ મુખ્ય ભૂમિકા ભજવી હતી જ્યારે આ તમિલની હિન્દી રિમેકમાં ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ તમિલ રીમેકનું હિન્દી ફિલ્મનું નિર્માણ પુષ્કર-ગાયત્રી દ્વારા કરવામાં આવશે આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ થિયેટરોમા દર્શકોને જોવા મળશે.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર આ ફિલ્મ વિક્રમ-વેતાળની પ્રાચીન ભૂમિકા પર આધારિત છે, જ્યાં એક ચાલાક ગેંગસ્ટર જ્યારે પણ કોઈ હિંમતવાન કોપ પકડવાનો પ્રયાસ કરે ત્યારે તેના જીવનની નવી વાર્તા વર્ણવે છે. દિગ્દર્શક જોડી પુષ્કર-ગાયત્રી હવે ઋત્વિક અને સૈફના હિન્દી વર્ઝનને મુખ્ય ભૂમિકામાં શૂટ કરશે.

પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આમિર ખાન હિંદી રિમેકમાં ‘વેધા’નું પાત્ર ભજવવાના છે જો કે આમિરે પોતાના અંગત કારણોને લીધે આ ફિલ્મ છોડી દીધી હતી. આ પછી ઋત્વિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો અને તેણે તરત જ ફિલ્મ કરવાની પાડી દીધી હતી. જ્યારે સૈફ અલી ખાન વિક્રમના પાત્રમાં જોવા મળશે.