વાંસદા: દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કંટોલા અમુક પ્રદેશમાં કંકોડા તરીકે ઓળખવામાં આવે છે કંટોલા દેખાવમાં નાના કારેલા જેવા હોય છે. જેના ઉપર નાના નાના કાંટા જેવા તંતુઓ હોય છે.

વાંસદાના હનુમાનબારી ખાતે રહેતા ગૃહણી દક્ષાબેન પટેલ Decision News સાથે વાત કરતા જણાવે છે કે વાંસદામાં આવેલા પહાડી વિસ્તારોમાં કંટોલા વરસાદી મોસમમાં ઉગતી અને ફળ આપતી વનસ્પતિ છે. અહીના જંગલોમાં કંટોલાની વેલ એની જાતે ઉગતી વેલ છે. તેમાં નર અને માદા બંને વેલ હોય છે કંટોલાનુ શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે કંટોલાનું મુળ એ એક પ્રકારની જમીનમાં ગાંઠ હોય છે. જે પહેલા વરસાદની સાથે જ જમીનમાંથી વેલ બની બહાર નીકળેલી જોવા મળે છે આ વેલ પર પહેલા ફૂલો આવે છે  અને ત્યાર બાદ થોડા દિવસમાં કંટોલા લાગે છે

વાંસદાના બેડમાળ ગામના સોમલુભાઈ ભગરીયા નામના વડીલ જણાવે છે કે આદિવાસી સમુદાયોમાં કંટોલાનું ઔષધીય ખોરાક તરીકે ઓળખ આપે છે તેમણે જણાવ્યું કે કંટોલા આર્યુવેદ અને પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો કંટોલામાં આયોડીન અને વિટામિન ‘સી’ હોવાના કારણે શરીરમાં રહેલી તેની ઉણપ દુર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ ઉપરાંત કંકોડા અરુસી શ્વાસ મધુપ્રમેહ કફના રોગો-ઉધરસ તાવ પેશાબની તકલીફમાં વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.