આહવા: ગુજરાતમાં જાણે સરકાર દ્વારા અધિકારીઓને આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરવા માટે છુટો દોર આપી દેવામાં આવતો હોય તેમ દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે આવતી હોય છે પણ ગતરોજ તો હદ થઇ ગઈ ! તંત્રની બેદરકારીના કારણે આહવા તાલુકાના સુપદહાડ ગામના એક માસુમ બાળકે જીવ ખોવાનો વારો આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર આહવા તાલુકાના સુપદહાડ ગામના પાંડુભાઈ પોતાના પુત્રને લઈને ટ્રેકટર પર બાજુના ડુમખલ ગામમાં ગાયના ચારા માટે ભાતની કોડી લેવા જઈ રહ્યા હતા ત્યારે બંને ગામને જોડતા રસ્તામાં ખાડા પડેલા હોવાના કારણે ટ્રેક્ટર ખાડામાં પડતા ફાસી ગયું હતું જેની કાઢવાની જહમો જહમતમાં ટ્રેક્ટર અચાનક અલ્ટી ખાઈ ગયું અને સસ્તાની બાજુમાં દિવાલ સાથે અથડાયું જેમાં પાંડુભાઈ પુત્રના દબાઈ ગયો અને ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ઘટના જાણ કરવામાં આવતા ૧૦૮ તાત્કાલિક ધોરણે આવી ગઈ હતી.
ડાંગના ઉડાણના આદિવાસી વિસ્તારોમાં આવી તો કઈ કેટલી ઘટનાઓ આ કામચોર અધિકારીઓના કામમાં ભ્રષ્ટાચાર કરવાના કારણે બનતી હોય છે પણ આવા અધિકારીઓ પર કોઈ કડક પગલાં ન લેવાના કારણે તેઓ સામી છાતીએ આદિવાસી વિસ્તારમાં ભષ્ટાચાર કરતા નજરે પડે છે અને આવા નિર્દોષ બાળકોએ પોતાના જીવ આપી તેમના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડે છે હવે જોવું એ રહ્યું કે આ જીવલેણ અકસ્માત થયા પછી પણ આ રસ્તાનું સમારકામ થાય છે કે નહિ અને આ રસ્તા બનાવનાર સામે હાલનું વહીવટીતંત્ર શું કડક પગલાં ભરશે.