પારડી: ગતરોજ ભારતીય જનતા પાર્ટી પારડી તાલુકાની કારોબારી બેઠક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારાજી ની તેમજ જિલ્લાના પ્રભારી શ્રી મધુભાઇ કથીરિયાજી ની વિશેષ ઉપસ્થિતિમાં પરીયા ગામમાં યોજવામાં આવી હતી.
ભાજપ પારડી તાલુકાની કારોબારી બેઠકમાં આવનારા સમયમાં પાર્ટીની રણનીતિ, લોકસેવામાં ક્યાં વિષયને પ્રાધાન્ય આપવું, ૨૦૨૨માં યોજાનારી ચુંટણીના આયોજનો વગેરે મુદ્દા ઉપર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં વિવિધ આગેવાનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં જિલ્લાના સાંસદ શ્રી ડો. કે. સી પટેલ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી અને પારડી વિધાનસભાના ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, પારડી તાલુકા પ્રભારી શ્રી કૈલાશભાઈ પાટીલ, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ, પારડી તાલુકા મહામંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી અક્ષય પટેલ, જીલ્લા પંચાયત શાસકપક્ષના નેતા શ્રી શૈલેષભાઈ પટેલ, આઇટી સેલના વલસાડ જીલ્લા ઇન્ચાર્જ શ્રી ધ્રુવીન ભાઈ પટેલ, તાલુકા યુવા મોરચાના પ્રમુખ અભી ભંડારી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ત્થા સભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ કારોબારી સભ્યશ્રીઓ અપેક્ષિત આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા