દાનહ: ગતરોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા દાદરા પંચાયતના સરપંચ શ્રીમતિ સુમિત્રાબેન પટેલ તેમજ ઉપસરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ અને તમામ દાદરા પંચાયતના સભ્ય ગામના આગેવાનો ભાજપના જોડાયાના સમાચારો મળી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જ સેલવાસના રાજકારણમાં ઉલટફેર થવાના સમીકરણો તાદ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ સેલવાસની દાદરા પંચાયતના સરપંચશ્રી સુમિત્રાબેન, ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ અને JDUમાં ચૂંટાયેલી પંચાયતની આખી ટીમ ભાજપ પ્રદેશના અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા ગયા છે જેના કારણે હાલમાં આવનારા સમયમાં યોજાનારી ચુંટણીનું પરિણામ કયા પક્ષ તરફી રહશે કે કહેવું મુશ્કેલ બન્યું છે.

આ પ્રંસગે સેલવાસના લોકપ્રિય નેતા અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના આવનારા સમયમાં કેવી રીતે પાર્ટીને મજબુત અને વિજયી દિશામાં આગળ વધવાના આયોજનો વિષે કાર્યકર્તાઓને જણાવી અત્યાર થી જ અમલ કરવા જણાવ્યું હતું.