વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુંકણા સમાજની વાડીમાં ગતરોજ ભાજપા વાંસદાની પ્રથમ કારોબારીની સભા યોજવામાં આવી હતી જેમાં કોરોના સમયે પાર્ટીના ગુમાવેલા કાર્યકર્તાને શ્રદ્ધાંજલિ અને કોરોનામાં ભાજપ દ્વારા કરવામાં આવેલું ઉત્કૃષ્ટ કામગીરીની સાથે આવનારા સમયમાં આવી રહેલી ચુંટણી વિષે ચર્ચા કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ કુંકણા સમાજની વાડીમાં યોજવામાં આવેલી ભાજપા વાંસદાની પ્રથમ કારોબારીની સભામાં વાંસદા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું કે દેશના ભાજપ શિસ્તની પાર્ટી છે. સભામાં ઉપસ્થિત મહેશભાઈ ગામીતનું કહેવું હતું કે કોરોના મહામારીએ ભાજપના ઘણાં કાર્યકર્તાઓનો ભોગ લીધો છે, તેઓ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. કાર્યક્રમને આગળ વધારતા સહપ્રભારી રાજીતભાઈ ચીમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં પેજ કમિટી અને પેજ પ્રમુખનું માળખા ભાજપને આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને આપણા સૌને ખબર જો આપણે આપણી મેહનત ચાલુ રાખીશું તો આવનારા સમયની 2022ની ચૂંટણીમાં પણ વાંસદામાં ભાજપનો કેસરિયો લહેરાશે એમાં કોઈ શક નથી. જ્યારે સભામાં હાજર રહેલા જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલે પૂર્વ વનપર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વાંસદાની પ્રથમ કારોબારીની સભામાં વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ, મહેશભાઈ ગાંવિત, જિલ્લા પ્રભારી ભગુભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, સહપ્રભારી રણજીતભાઈ ચીમના, જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ, રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી વગેરે ભાજપના સ્થાનિક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.