આહવા: દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ્યાં કોઈ અધિકારીઓ જવાની તસ્દી લેતા નથી ત્યાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થાય જ એમાં કોઈ શક નથી ગતરોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લિંગા ગામમાં પણ આવા જ સરકારી કામોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે.

Decision News સાથે વાતચીત કરતા ગામના જ જાગૃત યુવા વિલાસભાઈ ગાયકવાડ જણાવે છે કે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અમારા લિંગા ગામમાં ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા નાળા નાખવાનું સરકારી કામ ચાલી રહ્યું છે જેમાં ધોળા દિવસે ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર મળીને આ સરકારી કામમાં જે લોક ઉપયોગી છે તેમાં ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરી વેઠ ઉતારી રહ્યા છે અને ખુલ્લે આમ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે અને મારા દ્વારા આ વેઠ ઉતરતાં કામોનો વિડીયો લઇ આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની કોશિશ કરવામાં આવી તો મને આ બંને ભ્રષ્ટાચારીઓએ લાંચના ગુનામાં ફસાવવાની કોશિશ પણ કરી હતી.

તેમનું કહેવું છે કે ગામના એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી આ ભ્રષ્ટાચારને ખુલ્લો પડવાની પહેલ કરી છે હવે જોવાનું એ છે આવનારા સમયમાં જિલ્લાના વહીવટદારો આ વેઠ ઉતરતાં કામની તપાસ કરશે કે નહિ ? આવા ભ્રષ્ટાચારીઓ જે ગામડાના લોકોને અભણ સમજી ભ્રષ્ટાચાર કરે છે એમના વિરુદ્ધ સરકારી અધિકારીઓ ક્યારે અને કેવા  લેશે ?