ધરમપુર: દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ‘ભૂખ્યા કાજે ભોજન’ પ્રોજેક્ટ અંતર્ગત કોરોના મહામારી પોતાના ધંધા રોજગારી ગુમાવેલા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા સતત અનાજકીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજરોજ આ અનાજકીટનું વિતરણ ધરમપુર તાલુકાના ૪૬ જેટલા ગામોમાં કરાયું હતું.

Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારથી જ ધરમપુર તાલુકાના ખાંડા, ભવાડા, તનસિયા, બોપી, મામાભાચા, નડગધરી, સજાનીબરડા જેવા 46 જેટલા ગામડાઓમાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ‘ભૂખ્યા કાજે ભોજન’ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી ભીખુદાદાના સહિયોગથી અત્યંત ગરીબ અને જરૂિયાતમંદોને કોરોના મહામારીમાં આર્થિક સહારો મળી રહે તેવા હેતુ થી 605 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ અનાજ કીટના વિતરણ કાર્યક્રમમાં માસ્ક વિતરણ અને રોગપ્રતિકારક શક્તિ વધે તેવું આયુર્વેદિક ચૂર્ણ પણ આપવામાં આવ્યું. ટ્રસ્ટના સંયોજક શ્રી વિમલભાઈ ચૌધરી અને સાથી સેવા ભાવી મિત્રો ભુપેન્દ્રભાઈ, દીપેશભાઈ, યોગેશભાઈ, કાળુભાઇ પુરી ટીમએ દરેક ગામે ગામે જઈને અનાજ કીટ આપવાની કામગીરી હાથ ધરી હતી.