ચીખલી: આજરોજ ચીખલીના સુરખાય ગામમાં રાનકુવા થી વાંસદા જતાં માર્ગ પર સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં GJ-21-V-4548 નંબરનો ટાટા AC ટેમ્પો અને GJ 21 AE 5894 સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત થયાની ઘટના સામે આવી છે
Decision Newsને ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા જણાવા મળ્યું છે કે ચીખલી તાલુકાના રાનકુવા થી વાંસદા જતાં માર્ગ પર આવતા સુરખાય ગામમાં કોઈક કારણોસર ટાટા એસી ટેમ્પો GJ 21 V 4548 પોતાના સાઈડ રસ્તાની નીચે ઊભો હતો. એ દરમિયાન રાનકુવા તરફથી પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલ GJ 21 AE 5894 સ્પ્લેન્ડર ચાલકનું સ્ટેરીંગ પરથી કાબૂ ઘુમાવતા ટેમ્પાના પાછળના ભાગે અથડાઈ અને મોટર ચાલક સવાર વિજયભાઈ ભીખુભાઈ પટેલ રહે પ્રતાપનગર નદી ફળીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
આ ઘટનાની જાણ રાનકુવા પોલીસ ચોંકીમાં કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટરસાયકલ ચાલકના પાછળ સવાર વ્યકિતને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા 108 ને જાણ કરતાં 108માં આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વધુ તપાસ ચીખલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.