ધરમપુર: આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જે મોહનાકા ઉચાળી ગામની જંગલ જમીનનો વિવાદ થયો હતો તે સંદર્ભમાં ધરમપુર RFO હીરેનભાઈ દ્વારા આદિવાસી સમાજ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ધરમપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જે મોહનાકા ઉચાળી ગામની જંગલ જમીનનો વિવાદ માટે વલસાડ DFO SRI Y S JHALA સાહેબ સાથે મોહનાકાઉચાલી ગામના આદિવાસી સમાજના આગેવાનોની રજુઆત સાંભળી અને એમને પોઝિટિવ વલણ દાખવી સ્થાનિક રજૂઆતો સોલ્વ કરી અને ગામ લોકો અને સ્થાનિક લોકને વિશ્વાસમાં રાખીને અગાઉનું કામ કરવામાં આવશે એ વાત કરી હતી.
અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલનું કહેવું છે કે ધરમપુર RFO અને વલસાડ DFO સાહેબ સાથે ગામની જંગલ જમીનનો વિવાદની મિટિંગ ગોઠવવામાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ભૂમિકા મહત્વ પૂર્ણ રહી હતી આ ઉપરાંત આદિવાસી એકતા પરિસદ પ્રમુખ શ્રી કમલેશભાઈ, સુરેશભાઈ આમ આદમી પાર્ટી ઉપ પ્રમુખ, જયેન્દ્રભાઈ કમલેશભાઈ પાડવી અને પત્રકાર અંકુરભાઈ જેવા સમાજના યોધ્ધાઓ જેમણે સમાજની લડતમાં સહભાગી બની ન્યાય મેળવવામાં સાથ આપ્યો છે તેઓ સૌનો આભાર પ્રગટ કરું છું.