પારડી: સોમવારની મોડી રાતના સમયમાં પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા  અકસ્માતમાં ભીષણ આગ લાગી જવાના કારણે ડ્રાઇવર અને ક્લિનર જીવતા ભડથું બની ગયાની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે પારડી બ્રિજ પાસે થયેલા આ અકસ્માતમાં રોંગસાઈડમાં આવી રહેલા ટેમ્પો ચાલકની બેદરકારીને લઈને મુંબઇ અમદાવાદ રોડ ઉપર દોડી રહેલી ટ્રક અથડાવવાની ઘટન બની હતી ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠતાં ટેમ્પો અને એક ટ્રક જોત જોતામાં બંને સળગવા લાગ્યા હતા. સ્થાનિક ચંદ્રપુરના સેવ લાઈફના યુવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગમાં દાજી ગયેલા 2 ઇસમોને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પોહચતા કરાયાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ વલસાડ અને પારડીના ફાયર ફાઈટરની ટીમએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ તાજા જાણકારી મળ્યા અનુસાર આ અકસ્માતમાં લાગેલી આગમાં ડ્રાઇવર અને ક્લિનરના મૃત્યુ થઇ ગયાની માહિતી મળી છે