ધરમપુર: આજે ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં ધરમપુર વાંસદાના હાઈવે પર ૪:૩૦ વાગ્યાની આસપાસ એક CNG વેગેનર કારના એન્જીનમાં શોર્ટસર્કીટ થવાના કારણે અચાનક આગ લાગી જવાની ઘટના બનવા પામી હતી. જોકે ચાલકની સાવચેતીના પગલે કોઈ જાનહાની થવા પામી નથી.
Decision Newsને ઘટના સ્થળ પર હાજર રહેલા વિશાલભાઈ ગાંવિત અને જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે ધરમપુરના આંબાતલાટ ગામમાં રહેતા મેહુલભાઈ જે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓ પોતાના ધંધા અર્થે ખાંડા ગામમાં જઈ રહ્યા હતા ત્યારે CNG વેગેનરમાં અચાનક શોર્ટસર્કીટ થવાના કારણે આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી જેમાં ચાલકની સાવચેતીથી તેઓ બચી ગયા હતા પણ વેગેનર કાર બળીને ખાક થઇ ગઈ હતી ઘટનાની જાણ ફાયરને કરવામાં આવી હતી પણ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.
આંબાતલાટ ગામમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા આ અકસ્માતમાં રાહતની વાત એ બની કે કોઈ જાનહાની થઇ નથી. લોકો આ ઘટના ઘટવા પાછળ પોત-પોતાના તર્ક-વિતર્ક આપી રહ્યા છે. હાલમાં વેગેનર કાર ટ્રાફિક થઇ જવાના કારણે હાઈવે પરથી હટાવી દેવામાં આવી છે. જુઓ આ વિડીઓ માં…