વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં શાળા બંધ થાય તો લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની વાતો વહેતી કરવામાં આવી છે
લોકનેતા અનંત પટેલનું કહેવું છે કે ‘ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળા અને વર્ગશાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માંગે છે, જે ચલાવી લેવામાં આવશે નહીં. વાંસદાની એકપણ શાળા બંધ કરવામાં આવશે તો વાલીઓ સાથે આંદોલનને રસ્તે જઈશું’.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં આવેલી વર્ગશાળા અને મુખ્ય શાળામાં જવાની મુશ્કેલી પડે એમ છે. આ વર્ગશાળા સાડા ત્રણ કિમી જેટલું અંતર છે. આ શાળા અને મુખ્ય શાળા વચ્ચે કાવેરી આવેલી છે તેના પર બાંધવામાં આવેલ પુલીયું ઘણું નાનું છે જેના કારણે બાળકો અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોય છે. આ શાળાથી મુખ્ય શાળા તરફ જવા અન્ય રસ્તો ભીમસેન ફળિયા થઈને જઈ શકાય છે પરંતુ ત્યાંથી નેશનલ હાઇવે વાંસદા ધરમપુર રોડ પસાર થવાના કારણે તે નાના બાળકોના આવન-જાવન માટે જોખમી સાબિત થઇ શકે છે.