ગુજરાત: ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સિવાય પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા જોડાઈ રહેલા ખલીલ ધનતેજવી આજે આ સંસારિક દુનિયાને અલવિદા કહી ત્યારે ગુજરાતી અને ઉર્દૂના  સાહિત્ય પ્રેમીઓ શોકમગ્ન બન્યા છે.

12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં જન્મેલા ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ‍ગુજરાતી સાથે ઉર્દૂ ગઝલકાર પણ હતા. તેઓએ ફક્ત ધોરણ 4 સુધી જ અભ્યાસ કર્યો હતો તેઓનું વ્યક્તિત્વ ઉમદા પ્રકારનું હતું

ખલીલ ધનતેજવીને 2004માં ગુજરાતી સાહિત્યનો કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે તેમની ગુજરાતી હોવા માટેની વ્યાખ્યા પણ પ્રસંશનીય હતી તેઓ કહેતા કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. ડિસીઝન ન્યુઝ તરફથી ગુજરાતી સાહિત્યના તેજસ્વી તારલાને શ્રદ્ધાંજલિ અર્પણ..