વાંસદા: વાંસદા તાલુકામાં જુન મહિનાના પ્રથમ સપ્તાહથી છુટો છવાયા વરસાદની શરૂઆત થઇ જતા ચોમાસું ખેતી કરતાં આદિવાસી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાવણી લાયક વરસાદ વરસતા લીધે ચોમાસું પડી ગયાનું સમજી મોંધાદાટ બિયારણ ખરીદી કરી વાવેતર ની કામગીરી જોતરાઈ ગયા હતા પરંતુ જુનના છેલ્લા દિવસોમાં  મેઘરાજાએ ખેડૂતોને હાથ તાળી આપી જતા આદિવાસીઓ ખેડુતોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે.

Decision News સાથે વાત કરતાં વાંસદાના ખેડૂત મહેશભાઈ પટેલ જણાવે છે કે જુન માસના બે સપ્તાહ સુધી વાવણી લાયક વરસાદ વરસતા અમે ચોમાસું બેસી ગયાનું માનીને મોંધાદાટ બિયારણ ખરીદી કરી વાવેતર કરી દીધું પરંતુ જુનમાંના અંતમાં વરસાદ ખેચાય ગયો હોય એમ લાગે છે. પાણીવાળા ખેડૂતોને તો વધારે ચિંતા નથી પણ વરસાદ આધારિત ખેતી કરતાં અમારા જેવા ખેડૂતો માટે ખુબ જ ચિતા વધી ગઈ છે.

હાલમાં વાંસદાના મોટાભાગના આદિવાસી ખેડૂતોએ મુશ્કેલીઓ વેઠીને પણ વાવેતર કામ કરી નાખ્યું છે પણ છેલ્લા કેટલાંક દિવસોથી વાંસદામાં તાલુકાના ગામોમાં વાતાવરણમાં અલ્ટો આવતા ગરમી અને અસહ્ય ઉકળાટ ભર્યા માહોલ નિર્માણ થવાના કારણે ખેડૂતોમાં ચિતા વધી રહી છે જો આવનારા થોડા દિવસોમાં પણ વરસાદ નહિ આવે તો વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતોનું શું થાશે એની કલ્પના જ કરવી ઘટે.