વાંસદા: કોરોના કાળ હોય કે બીજી કોઈપણ આરોગ્યલક્ષી ગંભીર બીમારીમાંથી બહાર લાવતા આપણા નજરે જોઈ શકાય દેખાતા ભગવાન એટલે ડોકટર ! નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે આવેલી અમૃત હોસ્પિટલમાં સર્પદંશના શિકાર બનેલા વ્યક્તિને મોતના મુખમાંથી બહાર લાવી જીવનદાન આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યાની લોકની ચર્ચાઓ સમગ્ર પંથકમાં પ્રસરી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સર્પદંશના શિકાર બનેલા ૭૭ વર્ષીય શંકરભાઈ નામના વ્યક્તિને બેભાન અવસ્થામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે આવેલી અમૃત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેઓ સાપ કરડયાના કારણે 9 કલાક બેભાન અવસ્થામાં હતા. તેમને અમૃત હોસ્પિટલ વાંસદા ખાતે ઇમર્જન્સી કેર યુનિટમાં 108 દ્વારા લાવવામાં આવ્યા હતા.

અમૃત હોસ્પિટલના ઇનચાર્ચ ડો સોનલ પટેલ જણાવે છે કે શંકરભાઈને “મનિયાર (common krait)” નામનો અત્યંત ઝેરી સાપ કરડયો હોવાના લક્ષણો દેખાય રહ્યા છે જે મગજ નો લકવો અને લોહીનું ઇન્ફેકશનનું કારણ બની શકે છે પરંતુ
દર્દી કોમામાં તો હતો જ પણ તેમની હાલત વધુ ગંભીર બનતી જતી હતી તેના કારણે અમે તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ આપી સારવાર ચાલુ કરી દીધી હતી. અને દર્દી પહેલેથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની બીમારીથી પીડિત હોંવાના કારણે સારવારની પ્રક્રિયા એક પડકાર રૂપ હતી પણ અમારા પ્રયત્નો રંગ લાવ્યા દર્દી 36 કલાક પછી કોમામાંથી બહાર આવ્યા છે અને હાલ સ્વસ્થ છે.