દાનહ: આજરોજ દાહનમાં આદિવાસી એકતા પરિષદની દાનહ અને દીવ-દમણ કાર્યકરીણી સમિતિની ૨૦૨૧-૨૨ની મળી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના મહામારીમાં સેંકડો લોકોના મૃત્યુ થયેલ એમને આત્માના શાંતિ માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Decision Newsને સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ દાહનમાં આદિવાસી એકતા પરિષદની દાનહ અને દીવ-દમણ કાર્યકરીણી સમિતિની ૨૦૨૧-૨૨ની મળી બેઠકના અધ્યક્ષ તરીકે પ્રેમ કડુના નામનો પ્રસ્તાવ પારીત કરી પ્રદેશ સ્તરની જુની કમિટી બરખાસ્ત કરી નવી કમિટી ગઠિત કરવાનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો મુખ્ય સંયોજક તરીકે વિનય કુવરા, પ્રદેશ અધ્યક્ષ રામુભાઇ ભાવર,કાર્યકારી અધ્યક્ષ અશોક વલવી, ઉપ પ્રમુખ આશિક મિશાલ, લક્ષમણ ભાવર,સચિવ વિક્રમ ડાવરે, ગણેશ આંધેર, વિલાસ નડગે, કીસાન મોરચા અધ્યક્ષ રાજેશ ઉર્ફે સુરેશ વઘાત, સેલવાસ ઝોન અધ્યક્ષ વિશાલ રડીયા, નગર પાલિકા અધ્યક્ષ વિજય ભુરકુડ પ્રસ્તાવ પારિત કરી નિયુક્તિ કરવામાં આવી હતી.

આ બેઠક પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ, સંવૈધાનિક અધિકાર અનુસુચિ-૫વી, પેસા કાનુન-૧૯૯૬,રુઢિપ્રથા, ૧૩(૩)ક, આરક્ષણ,કોરોના મૃતકોના પરિજનોને આર્થિક સહાય, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક પાયમાલી, કોરોના મહામારી, વેક્સિન, એવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રજાલક્ષી પ્રશ્નોને લઈ જનઆંદોલન અને સંગઠનના પુનઃગઠન અંગે સંગઠન ને મજબુત કરવા માટે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યું. સાથે જ આદિવાસી એકતા પરિષદ, DNHના ફાઉન્ડર આપ બાબલુ ભાઇ નીકળીયા સરકારી નોકરીમાં નિવૃત્તિને પણ આ કાર્યક્રમ સાથે જોડી દેવામાં આવ્યો હતા આ બેઠકનું આયોજન આદિવાસી એકતા પરિષદનુ મુખ્ય કાર્યાલય અથોલા ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ૨૦ પંચાયત અને નગર પાલિકાના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.