પારડી: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ખડકી હાઇવે પર ઓવર બ્રિજના ડાઇવર્ઝન પાસેના પડેલા માટીના ઢગલા IRB એ ન હટાવતા અકસ્માતની 2 ઘટના બનવાની જાણકારી મળી રહી છે જેમાં એક ઘટનામાં એક યુવાને જીવ ખોયો છે અને અન્ય ઘટના 5 વ્યકિતને ગંભીર ઇજા થવાના કારણે સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
સુત્રો દ્વારા Decision Newsને જાણવા મળ્યું કે દમણના ડાભેલ ચેકપોસ્ટ સોમનાથ તળાવ ફળીયામાં રહેતા અમિતપ્રસાદી મંડલ,સંતોષ રાજુ મંડલ, પ્રદિપ રામધની યાદવ ગુરુવારના રોજ મોડી રાત્રે બાઈક પર ટ્રિપલ સીટ સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે ખડકી ઓવરબ્રિજ પાસે માટીના મોટા ઢગલા પર બાઇક ચઢી જતા ગંભીર અકસ્માત સર્જાયો અને તેમાં બાઈક ચાલક પ્રદીપનું મૃત્યુ થઇ ગયું હતું.અને તેમની સાથેના 2 યુવાન વલસાડ સિવિલમાં સારવાર હેઠળ છે.
અન્ય અકસ્માત મુંબઈના ભાયદર મીરાં રોડ પાસે રહેતા ધવલ વ્હોરા, તેમના પત્ની ધ્વનિ વ્હોરા અને મિત્ર ભાવેશ મહેતા સાપુતારા જવા નીકળ્યા હતા ત્યારે ફોર વ્હીકલ પણ માટીના ઢગ પર ચડી જતા પલટી જતા કારમાં સવાર ગંભીર ઇજા પામ્યા હતા વલસાડ સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આમ આઇઆરબીની બેદકારીથી એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.