કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઉમલી ગામમાં ગુજરાતના રાજકારણમાં પર્દાપણ કરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીમાં આવતી કાલે ૧૧:૩૦ વાગ્યે 200 થી પણ વધારે લોકો મિટિંગ કરી આપ પાર્ટી સાથે જોડાવાનો સંકલ્પ કરશે એવા સમાચાર મળી રહ્યા છે.

Decision News સાથે વાતચીત કરતા કપરાડા તાલુકાના આપ પાર્ટીના કાર્યકર્તા શ્રી જ્યેન્દ્ર ગાંવિત જણાવે છે કે આવતી કાલે કપરાડા તાલુકાના ઉમલી ગામમાં 11.30 વાગ્યે આપ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ સહ સગઠન મંત્રી શ્રી. હેમંતભાઇ નારોલા અને વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જીતેન્દ્ર દેસાઈ તેમજ સમિતિ હોદ્દેદારો દ્વારા ૨૦૦ થી પણ વધુ નવા કાર્યકર્તાને ટોપી અને ખેસ ધારણ કરાવી પાર્ટી સાથે જોડવામાં આવશે અને સમાજ વિકાસના કાર્યમાં પોતાની ભૂમિકા ભજવવા જવાબદારી સોપવામાં આવશે.

હાલમાં ગુજરાતના રાજકારણ આમ આદમી પાર્ટીના આવવાથી વાતાવરણ ગરમાયું છે લોકોને કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજો પક્ષ મળતા એક ઓપશન મળ્યું છે હવે જોઈએ આવનારા સમયમાં આપ પાર્ટી ગુજરાતની જનતા ઉપર કેટલો પ્રભાવ છોડશે તે જોવું રહ્યું.