નવસારી: નવસારી જિલ્લામાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે હાલમાં યુવકની હત્યા થયાની સંભાવના સેવાઈ રહી છે
સુત્રો પરથી Decision News મળેલી માહિતી અનુસાર નવસારીની પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ આજે સવારે ત્યાંથી પસાર થતાં એક શખ્સે જોયા બાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પોહચી હતી અને પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા યુવકના પરિવારોને લાશની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યાર બાદ ખબર પડી કે વિજલપુરના પૂર્વ વિસ્તારની લક્ષ્મીનગરમાં રહેતા આશરે 45 વર્ષીય ગુલાબસિંહ વસાવા છેલ્લા 36 વર્ષથી નવસારીમાં રહેતા હતા અને વ્યવસાયે રત્નકલાકાર કારખાનેથી ઘરે જવા નીકળ્યા બાદ પરત ન ફરતા 1 જુલાઈથી ગુમ થયા હતા. જે અંગે પરિવારે ટાઉન પોલીસ મથકમાં ખોવાયાની જાણ કરી હતી.
આ ઘટના થયા પાછળ કોઈક અજાણ્યા વ્યક્તિએ મર્ડર કર્યાનું પણ પરિવારે શંકા વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર મામલે હવે પોલીસ તપાસ દિશામાં આગળ વધી રહી છે.