વાંસદા: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ -૨૦૧૯માં પ્રકાશિત શ્રેષ્ઠ પુસ્તક તરીકે લોકસાહિત્ય વિભાગમાં મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ‘ કુંકણા લોકવાર્તાઓ’ ને દ્વિતીય પારિતોષિક જાહેર કરવામાં આવતા તેમના વતન વાંસદામાં અને મિત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

Decision Newsને મળતી માહિતી મુજબ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ 2019 નાં પુરષ્કારની જાહેરાત કરવામાં આવી. જેમાં લોકસાહિત્ય ક્ષેત્રે પ્રથમ પુરષ્કાર પ્રીતેશ ચૌધરીને ‘પોહનો’ (ચૌધરી સમાજની લોક વાર્તાઓ) પુસ્તકને, બીજો પુરષ્કાર મહેન્દ્ર પટેલને ‘કુંકણા લોકવાર્તાઓ’ પુસ્તકને અને ત્રીજો પુરષ્કાર ગામીત ઉર્વશી અને ગામીત ઉમિયાને ‘ગામીત સમાજની મૌખિક વાર્તાઓ’ ને મળ્યો હતો

આપણા સૌ ગૌરવની વાત કે ત્રણેય પુરષ્કાર દક્ષિણ ગુજરાતનાં આદિવાસી લોકસાહિત્ય સંપાદન-અભ્યાસને આપવામાં આવ્યા. આવો અવસર પ્રથમ વખત આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં લોક સાહિત્ય અને સાહિત્ય ક્ષેત્રે લેખન, અભ્યાસ, સંપાદન અને સંશોધનને પ્રેરણા અને પ્રોત્સાહન આવનારા સમયમાં મળવાની ખુબ જ સંભાવના જોવા મળે છે.