નવસારી: દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારતને કલંક લગાડવાતા હોય એમ નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના ગ્રામ પંચાયતના વહીવટદારો ગામમાં જોવા મળતા કચરાના ઢગલાં સામે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત સપનું જોઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના જોવા મળી રહેલા કચરા ઢગલાં સ્વચ્છ ભારતના મિશનને કલંકિત કરતા હોય તેમ ગ્રામ પંચાયતના વહીવટદારો કચરો દુર કરવાના પ્રયત્નો પણ નથી કરી રહ્યા . ગામ લોકોની સાફાઈ કરવા અંગે વારંવાર રજુવાતો કરવા છતાં આ પ્રશ્ન સામે જાણે ધૂતરાષ્ટ્રનું પાત્ર ભજવી રહ્યા છે કચરાના નિકાલ માટે ગામમાં ફળવાયેલી જગ્યાનો આજ સુધી ગ્રામ પંચાયતના વહીવટદારોએ ઉપયોગ કર્યો નથી એમ જગ્યા જોતા લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા ફળવાયેલા ટ્રેક્ટરની હાલત કેટલી દયનીય છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો.

ગામના શ્રી હિરેનભાઈ પરમાર સુભાષભાઈ ચૌહાણ સુરેન્દ્રસિંહ પરમાર કહે છે કે હાલમાં ચોમાસાંની શરૂવાત થઇ ચકી છે જો આજ પરિસ્થિતિ રહી તો ચોમાસમાં આ કચરાના કારણે ગંદકી ફાટી નીકળશે અને તેના કારણે રોગચાળો પણ ફાટી નીકળે તો એની જવાબદારી કોણ લેશે આ ગ્રામ પંચાયતના આંખો બંધ કરી બેઠેલા વહીવટદારો કે પછી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના વહીવટદારો ? ચાપલધરા ગામ 98.70% સાક્ષરતા ધરાવે છે તેમનું કહેવું છે કે ગ્રામજનોએ એકઠા થઇ આવા કામચોર વહીવટદારો સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે. આ બાબતે જિલ્લા તંત્ર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું.