ચીખલી: આજ રોજ ચીખલી તાલુકાના ગામોમાં કોરોના મહામારી અંતર્ગત જે લોકોની પોતાની રોજગાર ધંધો ગુમાવ્યો હોય તેવા વિધવા, નિરાધાર, અપંગોને, વૃદ્ધ લોકોને એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા અનાજકીટ થતાં રૂમલા CHC પર કોરોના સામે લડવાના મેડીકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
Decision Newsને પ્રાપ્ત વિગત અનુસાર સવારના ૧૧: ૦૦ વાગ્યે વાંસદા-ચીખલી તાલુકાના ધારાસભ્ય અંનતભાઈ પટેલના હસ્તે રૂમલા CHC પર, Oxygen concentrator 1- 10 Liter, Oxygen concentrator 2 – 5 Liter, PPE kit 25, Face shield 10, infrared thermometer gun 3, Oximeter finger 4, Digital thermometer 2, N 95 Mask 30, Disposable Mask 100 કોરોનાં કીટ તેમજ મેડિકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યારબાદ એક્શન એડ સંસ્થા દ્વારા ખેરગામ તાલુકાના વડપાડા કાકડવેરી તોરણવેરા જેવા ગામોમાં અનાજકીટ માસ્કનું અને કોરોના ગાઈડલાઈન્સ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલી અનાજ કીટમાં એક કીટમાં ૧૦ કિલો ચોખા, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ, ૧ કિલો તેલ, ૧ કિલો ખાંડ, ૧ કિલો ગોળ, ૧ કિલો મીઠું,૧૦૦ ગ્રામ ચા, ૨૦૦ ગ્રામ હળદર, ૨૦૦ ગ્રામ મિર્ચી પાઉડર, ૨૦૦ ગ્રામ ધાણા જીરું પાઉડર જેવી ૧૧ જેટલી વસ્તુઓનો સમાવેશ થતો હતો
આ પ્રસંગે વાંસદા-ચીખલી તાલુકાના ધારાસભ્ય અંનતભાઈ પટેલ એડ ઇન્ડિયાની ટીમમાંથી અનીલાબેન, રમણભાઈ, સ્મિતાબેન, મંજુશાબેન, અંકુરભાઈ અને જયમતીબેન તોરણવેરા ગામનાં સરપંચ શ્રી અરુણભાઈ વગેરે જોડાયા હતા અને કોરોના કપરા કાળમાં લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.