ચીખલી: ગઈકાલે ચીખલી તાલુકાની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત બીસીએ, બીએસસી કોલેજમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ટેક્નોહેવનના સીઈઓ વિનોદ કેલવાની સહિતનાની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

Decision Newsને મળેલી માહિતી અનુસાર સન્માન સમારોહની શરુવાતમાં આચાર્ય ડો.અશોકસિંહ સોલંકી દ્વારા ઉપસ્થિતો મહેમાનોને આવકાર આપવામાં આવ્યો ત્યાર બાદ BCAના પ્રથમ સેમેસ્ટરમાં 90 ટકા અને BSCમાં 87.30 ટકા લાવનાર અનુક્રમે નિલ જયંતિભાઈ પરમાર અને અર્પણ પટેલને અભિનંદન પાઠવી સંસ્થાના દર્શનભાઈ દેસાઈ દ્વારા ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

આ સન્માન સમારોહના મુખ્ય મહેમાન બનેલા ટેક્નોહેવનના સીઈઓ વિનોદ કેલવાનીએ કહ્યું કે કોલેજના વિદ્યાર્થીઓને 24×7 મદદ કરવાની હું ખાતરી આપું છું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શભાઈ દેસાઈએ તેજસ્વી વિદ્યાર્થીઓના માતા-પિતા અને સ્ટાફને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવી જ રીતે કોલેજનું નામ રોશન કરશો તેવી આશા વ્યક્ત કરી અને કાર્યક્રમની આભારવિધિ ડો. પ્રતિક્ષા પટેલ તથા સંપૂર્ણ સમારોહનું સંચાલન અંકિત પટેલે દ્વારા કરવામાં આવ્યું હતું.