ચીખલી: ગુજરાતમાં દિવસે-દિવસે અધિકારી આગેવાનો કે સમાજમાં માન-મોભા ધરાવતા વ્યક્તિઓના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના સરપંચ દ્વારા સરકારી ગોચરણમાંથી ગેરકાયદેસર બાવળના ઝાડો કાપી વેચી દઈ એના રૂપિયા ચાંવ કરી જવાનો ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકાના બામણવાડા ગામના સરપંચ દ્વારા ગામમાં આવેલ ગોચર જમીનમાં ઉગેલા બાવળના ઝાડો જે ગામની મિલકત ગણાય ગણી શકાય એ બાવળોના ઝાડ ગેરકાયદેસર રીતે કાપી ગામની પંચાયત તથા લોકોને અંધારામાં રાખી ઝાડોનો સોદો કરી વેચી દઈ એના રૂપિયા ચાંવ કરી જવાનું જણાવા મળી રહ્યું છે જેના વિરુદ્ધ ગઈકાલે ચીખલી મામલતદારને કાર્યવાહી કરવા અપીલ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયતના સભ્યશ્રી અને ગામના ખેડૂતો Decision News સાથે વાત કરતા જણાવે છે કે અમારા બામણવાડા ગામમાં આવેલ સરકારી ગોચર જમીનમાં ઉગેલા બાવળના ઝાડો ગામના સરપંચશ્રી દ્વારા કોઇપણ જાતનો ઠરાવ કે હરાજી કરવા વિના હજારો મણ (આશરે ૭૦ કરતા વધારે નંગ) બાવળના ઝાડ કાપી વેચી દેવાનો કારસો કરવામાં આવ્યો છે સરપંચ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બાવળના ઝાડોની હરાજી કરવામાં આવી છે પણ ગ્રામ પંચાયતના સભ્યો જણાવે છે કે આ અંગેની કોઈપણ પ્રકારની દસ્તાવેજ ગ્રામપંચાયતમાં નથી તેથી સ્પષ્ટ પણ સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનું જણાય આવે છે આ બાવળના ઝાડના ખરીદનાર લાકડાના વેપારી મંગુભાઈ ચંદુભાઈ પટેલ ગામના જ વતની છે

