વાંસદા: કોરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોમાં અન્નદાન કરી પોતાની સામાજિક જવાબદારી સમજી અને માનવતાની ઝલક બતાવી સતત ગરીબ લોકોને મદદરૂપ બનવા પોહચી રહ્યા છે ત્યારે ગતરોજ એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા વાંસદાના ગંગપુર, ગોધાબારી, ચોંઢાં, બેડમાળ, રવાણીયા જેવા ગામોમાં જરૂરીયાત વાળા લોકોમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગઈકાલે એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા ૯:૦૦ કલાકે વાંસદા તાલુકાના અંકલાછ સ્થળ પંચાયત પાસે, ગંગપુર હનુમાનજીના મંદિર પાસે, ગોધા બારી કમ્યુનિટી હોલ પાસે, ચોંઢાં અને બેડમાળ સમય ૧૨:૦૦ વાગ્યે ચોઢા ગ્રામપંચાયત અને રવાનીયા અરજદાર ઘરે ઘરે જઈને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાંસદાના ગામોમાં વિતરણ કરાયેલા અનાજકીટમાં ૧૦ કિલો ચોખા, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ, ૧ કિલો તેલ ૧, કિલો ખાંડ  ૧, કિલો ગોળ ૧, કિલો મીઠું, ૧૦૦ ગ્રામ ચા, ૨૦૦ ગ્રામ હળદર, ૨૦૦ ગ્રામ મિર્ચી પાઉડર, ૨૦૦ ગ્રામ ધાણા, જીરું પાઉડર સામેલ હતું આ ઉપરાંત અંકલાછ PHCમાં  Infrared thermometer gun 2,  Oximeter finger 3,  Digital thermometer 2, જેવા સાધનો અને  N-95 Mask 20 આપવામાં આવ્યા હતા

આ અનાજકીટ વિતરણમાં જીલ્લા પચાયતના સદસ્ય અબાંબેન, માજી ધારાસભ્ય છનાંભાઈ ચોધરી, ગામના સરપંચશ્રી સુનિતાબેન, સામાજિક કાર્યકર સામાવાડિયા, સામાજિક કાર્યકર સમીરભાઈ અને સુનિતાબેન, અનિલાબેન, રમણભાઈ, સ્મિતાબેન, મંજુશાબેન જોડાયા હતા.