ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ૭૦ જેટલા ખેડૂતોને સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દ.ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી છેતરપિંડી મુદ્દે ચીખલીના સુરખાઈ ખાતે ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા રાનકુવા ફિડરના રાનકુવા, ફાળવેલ,ઉધવલ, માણેકપોર અને ટાકલના ખેડૂતો સાથે દ. ગુજરાત વીજકંપની દ્વારા ૭૦ જેટલા ખેડૂતો સાથે જે છેતરપિંડી કરવામાં આવી હતી એ મુદ્દે ધણી મીટીંગો અને વટાધાટથી પ્રશ્નો ઉકેલવામાં નહિ આવતા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરખાઈ ખાતે આવેલા દ. ગુજરાત વીજ કંપનીની સોફિસ સામે પ્રતિક ધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમ શક્તિ એજેન્સીના કર્મચારી કે જેઓ સોલાર યોજનાને જનરેટ રાખવાની દેખરેખનું કામ કરે છે. એવા કર્મચારીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યાલય ઇજનેર એન. જે પટેલ અને પોલીસના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા.
પ્રતિક ધરણા ચાલુ કાર્ય બાદ નાયબ કાર્યાલય ઇજનેર એન. જે. પટેલ ખેડૂતોની વાત સાંભળી હતી. અને યોજના ફરી ચાલુ કરવા માટે જ મહિનાની માંગણી કરવામાં આવી ત્યારબાદ સોલાર પેનલ શક્તિ એનર્જીના કર્મચારીઓએ સોલાર પેનલની સર્વિસ કરાવી જનરેટ કેમ નથી થતું એની વાતો કરવામાં આવી હતી.
પણ છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો એ 2 વર્ષ સુધીનો હિસાબ માંગ્યો હતો. અને અત્યાર સુધી આ સોલાર પેનલ જનરેટ કેમ ન થઈ એના પ્રશ્નો કર્યા હતા. ખેડુત અગ્રણી વિનુભાઈ પટેલ અને જસવંતભાઈએ પણ જણાવ્યુ હતું કે સોલાર પેનલ કાઢી જાવો અને અમોને જૂના કનેકશન ફરી ચાલુ કરવાની માંગણી કરી રહ્યા બધાજ ખેડૂતો એ એક જ અવાજે અમો વીજ બિલોનો પૈસા ભર્યું નહી અને વાતો કરવામાં આવી હતી.
ચીખલી વાંસદાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્કાય યોજનામાં સોલાર પેનલની યુનિટ કોસ્ટ ૨,૬૦,૦૦૦/- છે અને સરકારની સબસીડી રાજ્ય સરકારની ૩૦% અને કેન્દ્ર સરકાર ની ૩૦% છે તો ખેડૂતો ૭વર્ષ સુધી ૩૫,૦૦૦/- નો હપ્તો ભરવાની વાત હોય અને ૫% રકમ ભરાવી હોય તો આવી સ્થિતિએ આ યોજના પર પ્રશ્નો ઉભા થાય છે. આ યોજનામાં સરકારના ૧ કરોડ ૮૨ લાખ જેટલા રૂપિયાની ખાયકી કરી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય એવું પ્રતીત થાય છે. પ્રતિક ધરણાના અંતિમ ચરણમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા બધા પ્રશ્નો માટે ઉપરી અધિકારીઓ જોડે ચર્ચા કરી દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી.
આ ધરણામાં ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયંતિભાઈ, કિસાન સેવાના હિમાંશુભાઈ, સુરખાય સરપંચ ધીરુભાઈ, યાસીનભાઈ જસ્વંભાઈ ,વિનુભાઈ, રમણભાઈ વિરોધાપણુંના નેતા ભીખુભાઈ, દિનેશભાઈ વગેરે હાજર રહ્યા હતા.