કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના નાનાપોઢાં ગ્રામ પંચાયતના ખાતે બુધવારે વેકસીનનો જથ્થો ઓછો આવતા વહેલી સવારથી વેકસીન મુકવા આવેલા લોકોએ વેકસીન મુક્યા વગર પરત ફરવાની નોબત આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર આજરોજ કપરાડા તાલુકાની નાનાપોઢાં ગ્રામ પંચાયતના ખાતે વેકસીનનો જથ્થો ઓછો આવતા વહેલી સવારથી વેકસીન મુકવા આવેલા લોકોએ વેકસીન મુક્યા વગર પરત ફરવું પડ્યું હતું. હાલમાં કપરાડા તાલુકાને પ્રતિદિન માત્ર 200 વેકસીનના ડોઝ ફાળવવામાં આવતા હોય છે. જેને વેક્સીન લેવા ઈચ્છતા લોકોને હાલાકી ભોગવી પડતી હોય છે.

નાનાપોઢાં ગ્રામ પંચાયતમાં APMC ચેરમેન અને તાલૂકા ભાજપ પ્રમુખ રમેશ ગાવીત દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા વેકસીનેશન કેમ્પમાં વેપારીઓ અને ગ્રામજનો વહેલી સવારથી મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. જોકે ત્યાં જિલ્લા કક્ષાએથી માત્ર 60 વેકસીન ડોઝનો જથ્થો મોકલતા કામ ધંધો કે નોકરી પર રજા મૂકી પહોંચેલા લોકોએ વેકસીન મુક્યા વગર નિરાશ થઇ પાછા ફર્યા હતા.