વાંસદા: આજના દિવસે ઝારખંડના આદિવાસીઓએ અંગ્રેજોની સામે હથિયાર ઉઠાવ્યા હતા એટલે કે વિદ્રોહ કર્યો હતો એ દિવસને હુલ ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુધ્ધમાં લગભગ ૨૦ હાજર આદિવાસી લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

મળેલી માહિતી પ્રમાણે આઝાદીની પહેલી લડાઈ તો ઈ.સ ૧૮૫૭માં થયાનું માનવામાં આવે છે પરંતુ ઝારખંડના આદિવાસીઓએ ૧૮૫૫માં જ વિદ્રોહનો ઝંડો બુલંદ કરી દીધો હતો ૩૦ જુન ૧૮૫૫માં સિધ્ધુ અને કાન્હુના  નેતૃત્વમાં ત્યારના સાહેબગંજ જિલ્લાના ભાગનાડીહ ગામથી વિદ્રોહ શરુ થયો હતો આ સમયે સિધ્ધુએ નારો આપ્યો હતો ‘કરો યા મરો અંગ્રજો અમારી માટી છોડો’

આજના દિવસને આદિવાસી વિસ્તારોમાં આ બે ભાઈઓ એટલે બે વીર આદિવાસી યોધ્ધાની યાદમાં તેમની વીરગાથાઓ ગવાશે અને એમના જેવી સમાજ માટે કઈંક કરી છુટવાની ભાવના લઇ વિરતા સાથે સમાજને ખંડિત કરતા તથા સમાજની સંસ્કૃતિને હાની પોહચાડનારા તત્વો સામે ઉલગુલાન કરવાનો આદિવાસી યુવાનો સંકલ્પ કરશે.