ગુજરાત: ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે અને આજના દિવસે ગુજરાતની સ્કૂલો પરથી પણ વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્કશીટ મળી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.
Decision Newsને મળતી માહિતી મુજબ આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જઈને ટેમ્પરરી માર્કશીટ મેળવી રહ્યા છે ગુજરાતમાં મોટાભાગના તમામ વિદ્યાર્થીઓ પાસ થઇ ગયાનું જણાય રહ્યું છે સરકારે જે નિયમોની જાહેરાત કરી હતી તેને આધારે શાળાના શિક્ષકો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે. પરિણામ જોતા એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ વધુ મહેનત નથી કરતાં તેઓ પણ સરળતાથી પાસ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાને લઇને જે નિર્ણય લીધો હતો તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ રેન્કર છે અને મહેનત કરીને સારા માર્ક્સ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમના માટે આ ધારવા કરતા ઓછું પરિણામ આવ્યું હોય એવી લાગણી દેખાઈ રહી છે.











