ધરમપુર: વર્તમાન સમયમાં દેશમાં વધેલી મોંઘવારીના વાતાવરણમાં ખાદ્યતેલમાં વધેલી મોંઘવારી કારણે અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી લોકો પોતાના કલ્પવૃક્ષ ગણાતા મહુડાની ડોળીનું તેલ કુટુંબની દરરોજની ખાદ્ય સામગ્રીનું જીવન ગુજરાનનો એક માત્ર સહારો બન્યો છે
ધરમપુરના આદિવાસી સમાજના ઉત્થાન માટે હંમેશા આગળ પડતા રહેતા ખોબા આશ્રમના સ્થાપક નિલમભાઈ પટેલને આ વિષય પૂછતાં તેમણે Decision News સાથે વાત કરતાં જણાવ્યું છે મુખ્યત્વે ધરમપુરના તાલુકાના આદિવાસી વાત કરીએ તો તાલુકા અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો 50 કિલોમીટરની અંતર કાપી ધરમપુર સુધી આવતા હોય છે અને તેમનો આ તેલ પીલાવવામાં આખો દિવસ નીકળી જતો હોય છે અમુક વખતે તેમણે ભૂખા પણ રહેવું પડે છે અને તેલ પણ ક્યારેક એક જ દિવસમાં ભીડ હોંવાના કારણે પીલાતું નથી. કેટલાંક ખુબ જ છેવાડાના લોકોને તો ઘરે જવામાં પણ ખુબ જ મોડું થઇ જતું હોય છે. પણ હવે આ પ્રશ્નના મુદ્દે ઘણી ચર્ચા કર્યા બાદ અમે એક સોલ્યુસન લાવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ખોબા આશ્રમ હવે બજારમાં મળતી તેલની ઘાણીની સુવિધા ગામડામાં મળે એવો પ્રયાસ હાથ ધરી રહ્યા છે અમે આ જરૂરિયાત ને ધ્યાને લઈ ખોબા આશ્રમ દ્વાર ખપાતિયા ગામમાં તેલ ઘાણી શરુ કરવામાં આવી છે. આ તેલ ઘાણીનો લાભ ધરમપુરના લગભગ 35 ગામનાં આદિવાસી લોકો મળશે. હવે આદિવાસી લોકોની મુશ્કેલી ઓછી થશે એમ કહી શકાય.

