મહુવા: ચોમાસાના શરુવાતી સમયમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરિયા ગામમાં વર્તમાન સમયમાં ખોળવાયેલી વ્યવસ્થામાં સુધારો થાય એવા ઉદ્દેશ સાથે લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટે સરપંચ ટીનાબેનની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Decision News સાથે વાત કરતાં ભોરિયા ગામના અગ્રણીઓ અહમદઅલી ભાઈ ધોરાત તથા મોહમ્મદભાઈ ધોરત વૃક્ષારોપણનું મહત્વ જણાવે છે કે હાલના કોરાના કાળમાં આપણને ઓક્સિજનની તકલીફ પડી ત્યારે વૃક્ષોનું મહત્વ સમજાયું છે. લોકો વધુને વધુ વૃક્ષો રોપે અને તેનો ઉછેર કરે તે હેતુથી પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવે તે માટે અમે હંમેશા કાર્યરત રહીએ છીએ.
આ વૃક્ષારોપણના પ્રસંગ યોજવામાં રાજેશ કોળધા, રસિદ ખલીફા, પિયુષ કોળઘા, રાજુભાઈ કોળધા મહત્વની ભૂમિકા ભજવી હતી અને ગ્રામપંચાયત સભ્યો અનામિકા બેન હળપતિ, તસ્લીમ દિવાન, મહમદભાઇ ધોરાત તથા પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક નટવરભાઈ પટેલ ,આંગણવાડી બહેનો મીનાક્ષીબેન, લતાબેન, નયનાબેન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

